Hymn No. 8200 | Date: 13-Sep-1999
|
|
Text Size |
 |
 |
1999-09-13
1999-09-13
1999-09-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17187
રચી શક્યો નથી તાજમહલ તારા માટે માડી, પ્રેમમાં કોઈ કમી નથી
રચી શક્યો નથી તાજમહલ તારા માટે માડી, પ્રેમમાં કોઈ કમી નથી સ્થાપ્યું નથી સામ્રાજ્ય ભલે, હૈયાની સમ્રાજ્ઞી તારા વિના બીજું કોઈ નથી નથી ભલે મસ્તકેથી મારા વ્હેતી ગંગા પ્રેમની, ગંગામાં નવરાવ્યા વિના રહેવાનો નથી રચાયું ભલે એક મહાભારત, સદ્ગુણોને અવગુણોનું મહાભારત રચવું નથી રચાયું ભલે એક રામાયણ, મારા ભાવોની સીતાનું હરણ થવા દેવું નથી ભલે કોઈ હું પંખી નથી, ફફડાવી પ્રેમની પાંખો તારા ધામે, આવ્યા વિના રહેવાનો નથી તારી નજર ને તારો પ્રેમ છે શસ્ત્ર મારું, બીજું શાસ્ત્ર મારે કાંઈ જાણવું નથી દેખાઉં છું ભલે જેટલો, ઊતર્યો અંતરમાં ઊંડે, તળિયું એનું તો મળ્યું નથી હજારો મુખેથી સાંભળું છું વાણી તારી, આવી સન્મુખ વાણી સાંભળ્યા વિના રહેવું નથી દુઃખની કહાની દોહરાવી દોહરાવી માડી, મારે દુઃખી તને તો કરવી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
raachi shakyo nathi tajamahala taara maate maadi, prem maa koi kai nathi
sthapyum nathi sanrajya bhale, haiyani sanrajni taara veena biju koi nathi
nathi bhale mastakethi maara vheti ganga premani, ganga maa navaravya veena rahevano nathi
rachayum bhale ek mahabharata, sadgunone avagunonum mahabharata rachavum nathi
rachayum bhale ek ramayana, maara bhavoni sitanum harana thava devu nathi
bhale koi hu pankhi nathi, phaphadavi premani pankho taara dhame, aavya veena rahevano nathi
taari najar ne taaro prem che shastra marum, biju shastra maare kai janavum nathi
dekhaum chu bhale jetalo, utaryo antar maa unde, taliyum enu to malyu nathi
hajaro mukhethi sambhalum chu vani tari, aavi sanmukha vani sambhalya veena rahevu nathi
dukh ni kahani doharavi doharavi maadi, maare dukhi taane to karvi nathi
|