Hymn No. 8207 | Date: 16-Sep-1999
|
|
Text Size |
 |
 |
1999-09-16
1999-09-16
1999-09-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17194
ઉમંગ ને ઊર્મિઓએ જીવનને તો નવજીવન આપ્યું
ઉમંગ ને ઊર્મિઓએ જીવનને તો નવજીવન આપ્યું હૈયામાં રહેલ અગોચર ડરે, પળેપળ તો મરણ આપ્યું પ્રેમની નજર પ્રભુ તો તારી, જીવનમાં પ્રેમનું પીયૂષ પાયું તારી વિશ્વાસની જ્યોતે, જગમાં જીવન મારું તો ઉજાળ્યું તારા ને તારા વિચારે તો જગમાં, જીવનને નવું બળ આપ્યું સદ્ગુણો ને સદ્ગુણોની રાહે, જગમાં જીવનને તો બદલી નાખ્યું સત્સંગની ધારાએ ને ધારાએ, જીવનને તો નવચેતન આપ્યું દિલની નિર્મળતાએ, જીવનમાં વિશાળતાનું તો દર્શન કરાવ્યું આનંદ ને આનંદની ધારા ફૂટી જ્યાં, હૈયે સ્વર્ગનું સુખ એણે આપ્યું શમી ગયા શંકાના ફુવારા જ્યાં હૈયે, જીવનને અનોખું બનાવ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
umang ne urmioe jivanane to navjivan aapyu
haiya maa rahel agochara dare, palepala to marana aapyu
premani najar prabhu to tari, jivanamam premanum piyusha payum
taari vishvasani jyote, jag maa jivan maaru to ujalyum
taara ne taara vichare to jagamam, jivanane navum baal aapyu
sadguno ne sadgunoni rahe, jag maa jivanane to badali nakhyum
satsangani dharae ne dharae, jivanane to navachetana aapyu
dilani nirmalatae, jivanamam vishalatanum to darshan karavyum
aanand ne aanandani dhara phuti jyam, haiye svarganum sukh ene aapyu
shami gaya shankana phuvara jya haiye, jivanane anokhu banavyum
|
|