અજાણ્યો અજાણ્યો હતો, હતો જીવનનાં કંઈક અંગોથી અજાણ્યો
જાણી ના શક્યો જગમાં ભાગ્ય મારું, હતો મારા ભાગ્યથી અજાણ્યો
હતા કંઈક ભાવો ઊછળતા દિલમાં, મારા ભાવોથી હતો હું અજાણ્યો
કર્યાં હતાં કર્મો કેવાં, હતો હું તો મારાં ને મારાં કર્મોથી અજાણ્યો
પ્રેમસરિતા વહીને સુકાણી દિલમાં, હતાં એનાં કારણોથી અજાણ્યો
નીકળ્યો જાણવા જગમાં, ઘણી ઘણી ચીજોથી હતો હું તો અજાણ્યો
વિચારો જાગ્યા મુજમાં ને મુજમાં, હતા મારા પણ હતો એનાથી અજાણ્યો
નીકળ્યો મળવા શક્તિને તો મુજમાં, હતો મારી શક્તિથી અજાણ્યો
હતી યાદી લાંબી અજાણ્યાની, હતો અજાણ્યાથી અજાણ્યો ને અજાણ્યો
નીકળ્યો જાણવા પ્રભુને જીવનમાં, રહ્યો પ્રભુથી અજાણ્યો ને અજાણ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)