યમુનાના તીરે મચી ગઈ ધમાલ, રાસ રમવા આવ્યા કેમ નહીં જશોદાના લાલ
ઉમંગ ને ઊર્મિઓની સાથ, ક્યારે આવે વ્હાલા મારા નંદજીના લાલ
સંભળાશે ક્યારે એ ઝાંઝરીના ઝણકાર, મળશે જોવા ક્યારે એની થનગનતી ચાલ
ઉત્સુકતાથી રહ્યા છે રાહ સહુ તો આજ, આવે ક્યારે રમવા એના વ્હાલા ગોપાળા
થનગની રહ્યા છે આજ પગ તો સહુના, દેવા કનૈયાની બંસરીના તો તાલે તાલ
પૂનમનો અનોખો ચાંદ, ખીલ્યો છે આકાશ, ઉત્સુક છે સહુ જોવા કનૈયાના ઘૂંઘરાળા વાળ
કેમ ભુલાય એની મંદ મંદ મુસ્કાન, કેમ કરી ભુલાય એની તો થનગનતી ચાલ
આવે ના દુઃખ ત્યાં તો હૈયાની પાસ, ઊછળે છે હૈયે તો સહુના આનંદનો યુવાળ
પળ પળ વીતતી જાયે છે, આતુરતા ના નયનોમાં સમાયે છે, આવે ક્યારે જશોદાના લાલ
થનગનતી ચાલે, રાધા સંગ આવ્યા મોરમુગટધારી, વ્યાપ્યો સહુના હૈયે ત્યાં ઉલ્લાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)