છે જિંદગીનો એક દાવ તારા હાથમાં રે, દાવ જિંદગીનો ખોટી રીતે ના લગાવજે
સો વાર પૂરી ગણત્રી કરી જીવનમાં રે, દાવ જિંદગીનો પછી તું લગાવજે
નાખીશ દાવ જો તું ખોટા, જીવનમાં નુક્સાન વિના બીજું ના કાંઈ તું પામશે
ખોઈ ખોઈ ધીરજ તું જીવનમાં રે, નાખીશ દાવ તારા ના એમાં તો કાંઈ વળશે
દાવ સુખના જીવનમાં તો તું નાખતો, જીવનમાં દુઃખ ઘસડાઈ ના આવે, એ જોજે
સંબંધ બાંધવા ને જાળવવા સદા તત્પર તું રહેજે,તૂટે ના સદા, એ તો તું જોજે
વ્યસ્ત રહેવું ભલે સદા કામમાં, સદા તારી શક્તિનો ખ્યાલ એમાં તું રાખજે
મૂકવું નથી જીવનને તો હોડમાં, વિચાર સદા આનો બરાબર તું રાખજે
નાખી પાપના દાવ જીવનમાં, જીવનમાં સુખને જીવનમાં હોડમાં ના તું મૂકજે
મળ્યું છે માનવ જીવન તને આ જનમમાં, ખોટા દાવ જીવનમાં ના તું નાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)