Hymn No. 8217 | Date: 27-Sep-1999
|
|
Text Size |
 |
 |
1999-09-27
1999-09-27
1999-09-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17204
અચરજ થાય છે અચરજ થાય છે, અચરજ થાય છે મનમાં તો મને
અચરજ થાય છે અચરજ થાય છે, અચરજ થાય છે મનમાં તો મને રહેવા છતાં સાથે, કહી નથી વાત જે મેં મને, પડી ક્યાંથી ખબર એની તને કરતો રહ્યો છું તારી ફરિયાદો તને, કરી નથી મારી ફરિયાદ તેં તો મને અટવાઈ તારી માયામાં ભૂલી ગયો મને, રાખી શક્યો ના યાદ એમાં તને આવી જાય છે વિચાર મનમાં મને, કર્યાં નથી દુઃખી જીવનમાં શું મેં તને ભૂલો ને ભૂલો કરતો રહ્યો જીવનમાં, માફ ને માફ કરતો રહ્યો તું તો મને અજાણ્યા જાણીતા બનતા જાય જીવનમાં, થાય છે અચરજ મનમાં મને સહનશીલતાની વાતો કરનારા, ગજવે દુઃખદર્દ ને થાય છે અચરજ મને પળ પણ સ્થિર ન રાખી મને, કહે ધ્યાન પ્રભુનું ધરું છું થાય છે અચરજ મને કુદરતની વિરુદ્ધ ચાલી ચાલી કહે કુદરતને સમજું છું, થાય છે અચરજ મને
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
acharaja thaay che acharaja thaay chhe, acharaja thaay che mann maa to mane
raheva chhata sathe, kahi nathi vaat je me mane, padi kyaa thi khabar eni taane
karto rahyo chu taari phariyado tane, kari nathi maari phariyaad te to mane
atavaai taari maya maa bhuli gayo mane, rakhi shakyo na yaad ema taane
aavi jaay che vichaar mann maa mane, karya nathi dukhi jivanamam shu me taane
bhulo ne bhulo karto rahyo jivanamam, maaph ne maaph karto rahyo tu to mane
ajanya janita banta jaay jivanamam, thaay che acharaja mann maa mane
sahanashilatani vato karanara, gajave duhkhadarda ne thaay che acharaja mane
pal pan sthir na rakhi mane, kahe dhyaan prabhu nu dharum chu thaay che acharaja mane
kudaratani viruddha chali chali kahe kudaratane samajum chhum, thaay che acharaja mane
|
|