દિન પડે ને આશાઓ પગલાં ઘર બહાર લઈ જાયે
સાંજ પડતાં, માનવી થાકતાં, પગ ઘર તરફ લઈ આવે
મોહ ને મમતા, માનવીને સદા બહુ બહાર ફરાવે
કાળાં પર ધોળાં આવતા, પગ પ્રભુ તરફ લઈ જાયે
અંતિમ સ્થાન છે સૌના વિરામનું, ત્યાં સદા વિરામ પામે
ક્રમ નથી બદલાયો, સદા એ તો ચાલ્યો આવે
રમત રમ્યા બહુ જગમાં, પ્રભુથી સદા વિમુખ થઈને
થાક ન ઊતરે જીવનનો, સિવાય પ્રભુના ચરણે જઈને
એનાં ચરણોમાં અનેક સમાયા, તારો પણ સમાવેશ થાશે
હૈયામાં નમ્રતા ભરીને, પ્રભુ સન્મુખ જો તું જાશે
જાકારો નથી દીધો કોઈને, જે એના ચરણે આવે
સાચું શરણું લેનારાને, એ તો સદા હૈયે લગાવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)