ખોવાયું શું, ખોવાયું શું જીવનમાં પડશે ના ખબર તો એને
ખબર નથી તો જેને, પોતાની પાસે તો શું શું હતું
જે હોય જો એ સચવાય નહીં, ખોવાઈ શકે એ જીવનમાં
કર્મો આપી જાય જે જીવનમાં, કર્મો ખેંચી જાય એને તો જીવનમાં
મેળવાય ને ખોવાય જીવનમાં, ચાલે છે ખેલ કર્મના આવા જીવનમાં
કરાવે કર્મો યત્નો આવા જો જીવનમાં, મેળવ્યું સચવાય ત્યારે જીવનમાં
ખોવાઈ જાય જરૂરી જ્યારે જીવનમાં, જગાવે ચિંતા એ તો જીવનમાં
ખોવાઈ જાશે એવું જીવનમાં લાગે, જીવન ખાલી ખોવાયું સાચું એ જીવનમાં
ખોવાયું જ્યારે એવું, જગાવ્યું દર્દ જીવનમાં ખોવાયું સાચું ત્યારે જીવનમાં
મળે ખોવાયેલું પાછું, મળે જો આનંદ, હતી જરૂર સાચી એની જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)