Hymn No. 234 | Date: 16-Oct-1985
|
|
Text Size |
 |
 |
જીવનના છે બે છેડા, એક ડૂબ્યો દુઃખમાં, બીજો ડૂબ્યો સુખમાં બીજે છેડે પહોંચવા, વહાવજે તું હૈયામાં શ્રદ્ધાની સરિતા જીવનના છે બે છેડા, એક છેડે નિરાશા, બીજે રહી છે આશા બીજે છેડે પહોંચવા, વહાવજે તું હૈયામાં શ્રદ્ધાની સરિતા જીવનના છે બે છેડાં, એક ડૂબ્યો લોભમાં, બીજો ડૂબ્યો ત્યાગમાં બીજે છેડે પહોંચવા, વહાવજે તું હૈયામાં શ્રદ્ધાની સરિતા જીવનના છે બે છેડા, એક ડૂબ્યો અજ્ઞાનમાં, બીજો ડૂબ્યો જ્ઞાનમાં બીજે છેડે પહોંચવા, વહાવજે તું હૈયામાં શ્રદ્ધાની સરિતા જીવનના છે બે છેડા, એક ડૂબ્યો અંધકારમાં, બીજો ડૂબ્યો પ્રકાશમાં બીજે છેડે પહોંચવા, વહાવજે તું હૈયામાં શ્રદ્ધાની સરિતા જીવનના છે બે છેડા, એક ડૂબ્યો છે વૈરમાં, બીજો ડૂબ્યો પ્રેમમાં બીજે છેડે પહોંચવા, વહાવજે તું હૈયામાં શ્રદ્ધાની સરિતા જીવનના છે બે છેડા, એક છેડે વસે ચિંતા, બીજા છેડે વસે શ્રદ્ધા બીજે છેડે પહોંચવા, વહાવજે તું હૈયામાં શ્રદ્ધાની સરિતા જીવનના છે બે છેડા, એક ડૂબ્યો મોહમાં, બીજો ડૂબ્યો ભક્તિમાં બીજે છેડે પહોંચવા, વહાવજે તું હૈયામાં શ્રદ્ધાની સરિતા પ્રભુના છે બે છેડા, એક રહે સાકારમાં, બીજો રહે એ નિરાકારમાં બન્ને વચ્ચે ભેદ ભૂંસજો, વહાવીને હૈયામાં શ્રદ્ધાની સરિતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|