રાખ્યું ના મનને કાબૂમાં જીવનભર, બની ગયું કારણ એ તો દુઃખનું
દીધું નાચવા મનને તો જીવનભર, જીવનમાં ઉત્પાત મચાવતું એ થઈ ગયું
રાખ્યું ના મનને સંયમમાં જીવનમાં, જ્યાં ત્યાં એ ફરતું ને ફરતું રહ્યું
મનના નાચ્યા નાચ્યા જે જે જીવનમાં, જીવનભર એમાં એણે નાચવું પડયું
નાના નાના બીજાને મળશે જો વિચારોનું ખાતર, વિકસ્યા વિના નથી રહેવાનું
ધીરગંભીરતા, ઉત્સુકતા છે એની દેણગી, જીવન એવું એમાં બનવાનું
પ્રેમ વિના તરફડયું જે મન, કયે છેડે જીવનને એ તો લઈ જવાનું
મન ભટકેલો છે એ રાહ ભૂલેલો રાહી, બનશે મુશ્કેલ કરશે શું એ કહેવું
બનાવ્યું તીક્ષ્ણ જેણે જીવનમાં, આરપાર એ તો નીકળી જવાનું
સારના સાગરમાં નવરાવ્યું જ્યાં એને, જીવન સારરૂપ એમાં બનવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)