1999-11-14
1999-11-14
1999-11-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17243
વ્યભિચારી નથી પણ સંયમી જીવનમાં રહ્યો નથી
વ્યભિચારી નથી પણ સંયમી જીવનમાં રહ્યો નથી
ના ધ્યાની બન્યો છું, જીવનમાં બેધ્યાની તો રહ્યો છું
એટલો ના સુધર્યો છું, જેવો છું એવો ને એવો રહ્યો છું
ના પ્રેમી બન્યો છું, તોય પ્રેમમાં તડપતો તો રહ્યો છું
સુખશાંતિનો ચાહક છું, સુખશાંતિથી દૂર તોય રહ્યો છું
રાહ હજી પામ્યો નથી, જીવનની રાહ શોધતો રહ્યો છું
દિલે દિલાવરીમાં ડૂબ્યો નથી, રાહ પ્રેમની કાંઈ ચૂક્યો નથી
ના મનની શાંતિ પામ્યો છું, મુસીબતોમાંથી ના બહાર આવ્યો છું
મોહ લાલસામાં ડૂબ્યો છું, મારા હાથે જીવનની કબર ખોદતો આવ્યો છું
સમજવા છતાં સમજ વિનાનું, વર્તન ના સુધારી શક્યો છું
મંઝિલે છે જીવનમાં પહોંચવું, ના મંઝિલની રાહે ચાલ્યો છું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
vyabhicārī nathī paṇa saṁyamī jīvanamāṁ rahyō nathī
nā dhyānī banyō chuṁ, jīvanamāṁ bēdhyānī tō rahyō chuṁ
ēṭalō nā sudharyō chuṁ, jēvō chuṁ ēvō nē ēvō rahyō chuṁ
nā prēmī banyō chuṁ, tōya prēmamāṁ taḍapatō tō rahyō chuṁ
sukhaśāṁtinō cāhaka chuṁ, sukhaśāṁtithī dūra tōya rahyō chuṁ
rāha hajī pāmyō nathī, jīvananī rāha śōdhatō rahyō chuṁ
dilē dilāvarīmāṁ ḍūbyō nathī, rāha prēmanī kāṁī cūkyō nathī
nā mananī śāṁti pāmyō chuṁ, musībatōmāṁthī nā bahāra āvyō chuṁ
mōha lālasāmāṁ ḍūbyō chuṁ, mārā hāthē jīvananī kabara khōdatō āvyō chuṁ
samajavā chatāṁ samaja vinānuṁ, vartana nā sudhārī śakyō chuṁ
maṁjhilē chē jīvanamāṁ pahōṁcavuṁ, nā maṁjhilanī rāhē cālyō chuṁ
|
|