હરેક શ્વાસ તો મારું જીવન છે, કોણ જાણે શ્વાસ ક્યાંથી આવ્યા છે
કોણ જાણે હરેક શ્વાસમાં, કોના કોના નિઃશ્વાસ ભળ્યા હશે
લેતો રહ્યો છું શ્વાસો જીવનમાં, મારા શ્વાસોથી તોય અજ્ઞાન છું
આવ્યા હશે કંઈક શ્વાસો, લાવ્યા હશે એ તો કોઈ પ્રેમની ગરમી
ખિલાવી જશે ત્યારે તો એ, દિલની તો મારી તો કંઈક કળી
લાવી હશે શ્વાસ જો સાથે, કોઈ દિલના જલનની તો ગરમી
કરી જાશે ખાખ એ તો હૈયું, અસર દિલમાં એની ફેલાઈ જશે
લાવ્યા હશે જો કોઈ સંતના શ્વાસો, સાથે જીવન સુધારી જાશે
પહોંચશે ક્યાં થાશે વિલીન એમાં, ના કોઈ એ તો જાણી શકશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)