છેડો ફાડવા ના દેશું તમને અમારાથી, અમારાથી છેડો ના ફાડવા દેશું
તમને અમારાથી એવા બાંધી દેશું, ના મુક્ત તમને એમાંથી થાવા દેશું
બાંધી બાંધી ભાવમાં તો એવા, લખ ચોરાશી ફેરામાં કચડી નાખશું
મધલાળે મધલાળે મોહિત કરશું, ના મુક્ત એમાંથી થવા દેશું
તમારા અંગ જેવા બનીને, ના દૂર અમારાથી તમને છૂટવા દેશું
બાંધશું એવાં એવાં મીઠાં બંધનોથી, ના મુક્ત એમાંથી થાવા દેશું
રોકી છે જુદી જુદી ફોજો બાંધવા તમને, મુશ્કેલ છૂટવું બનાવી દેશું
છૂટશો એકમાંથી બાંધશું બીજાથી તમને, ના મુક્ત એમાંથી થાવા દેશું
યત્ને યત્ને વધશો આગળ તમે, ના આગળ તમને વધવા દેશું
કોઈ વિરલાને મુક્ત થાવા દેશું, દ્વાર ખુલ્લાં અમારાં કરી દેશું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)