રંગતાળી રંગતાળી રંગતાળી, ગરબે રમવાને આવે મારી ડીસાવાળી
આવી પ્રગટાવે હૈયે પ્રેમનો રે દીપ, ચાહે છે હૈયું તમે આવો સમીપ
આવશે ઊછળશે હૈયે આનંદની છોળ, નાચશે હૈયું થાશે આનંદકલ્લોલ
પ્રેમના તો સાગર છો, બનાવજો અમને એમાં પ્રેમની તરતી નાવ
છે નામમાં તમારા એવો પ્રભાવ, પ્રગટે હૈયામાં અમારા અનોખા ભાવ
દુઃખદર્દ લાંબે રહી ઊભું જોતું જાય, બાળ તમારા જ્યાં પ્રેમમાં ન્હાય
સકળ જગની તો છો તમે માત, ઉગાડો હૈયે સહુના આજ સોનેરી પ્રભાત
સહુના હૈયે છે પ્રેમનો ઉમંગ, આવશો રમવા તમે જ્યાં સહુની સંગ
તમે તો છો માડી અમારી અનોખી માત, આવતા તમે બનશે અનોખી રાત
દેજો ખોલી આજ હૈયાનાં તમારાં દ્વાર, કરજો માડી અમારો આજ ઉદ્ધાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)