Hymn No. 8278 | Date: 25-Nov-1999
|
|
Text Size |
 |
 |
1999-11-25
1999-11-25
1999-11-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17265
તારા મનડાની વિરુદ્ધ, તારી દિલડાની વિરુદ્ધ, આવું તેં કેમ કર્યું
તારા મનડાની વિરુદ્ધ, તારી દિલડાની વિરુદ્ધ, આવું તેં કેમ કર્યું લેતો હતો તું સુખની નીંદર, ઊંઘ વેચી ઉજાગરો શાને ખરીદ્યું હતી જિંદગી નિરાંતની, જગાવે ચિંતા, પગલું એવું શાને ભર્યું હતી ભરી સાચી સમજ હૈયામાં, એ સમજને દગો શાને દીધું ખોટી લાલસાઓથી જીવનમાં, હૈયાને શાને તો તેં ભરી દીધું રાખી ના શક્યો બંનેને કાબૂમાં, જીવનમાં તણાવું એમાં પડયું વિશ્વાસના સઢ વિનાનું વહાણ તારું, જીવનમાં ઊછળતું એ રહ્યું પ્રેમ તો છે ધબકારા જીવનના, પ્રમથી કેમ મોં તે ફેરવી લીધું દુઃખની સામે હતો જંગ તારો, દુઃખને ગળે કેમ તેં વળગાડયું મનડું ને દિલ છે અંગ તારાં, શાને એની વિરુદ્ધ જાવું પડયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taara manadani viruddha, taari diladani viruddha, avum te kem karyum
leto hato tu sukhani nindara, ungha vechi ujagaro shaane kharidyum
hati jindagi nirantani, jagave chinta, pagalum evu shaane bharyu
hati bhari sachi samaja haiyamam, e samajane dago shaane didhu
khoti lalasaothi jivanamam, haiyane shaane to te bhari didhu
rakhi na shakyo bannene kabumam, jivanamam tanavum ema padyu
vishvasana sadha vinanum vahana tarum, jivanamam uchhalatum e rahyu
prem to che dhabakara jivanana, pramathi kem mom te pheravi lidhu
dukh ni same hato jang taro, duhkh ne gale kem te valagadayum
manadu ne dila che anga taram, shaane eni viruddha javu padyu
|