દોડી રહી છે દુનિયા આગળ ને આગળ, કેમ રહી ગયો તું પાછળ
રહી જાશે જો પાછળ, વધશે અંતર, બનશે મુશ્કેલ કાપવું એ અંતર
ઇચ્છાઓમાં રહ્યો દોડતો આગળ, રહ્યો ના કદી એમાં તો પાછળ
મનની દોડધામમાં રહ્યો તું આગળ ને આગળ, રહ્યો ના કદી એમાં તો પાછળ
કેમ સરળ જીવન જીવવામાં જગમાં, રહી ગયો તું પાછળ ને પાછળ
અન્યની ભૂલો ને ભૂલો કાઢવામાં, કેમ રહ્યો તું આગળ ને આગળ
તારી ખુદની ભૂલો કાઢવામાં ને સુધારવામાં, રહ્યો કેમ તું પાછળ ને પાછળ
મંઝિલો બદલવામાં ને બદલવામાં જીવનમાં, કેમ રહ્યો તું આગળ ને આગળ
રહ્યો જ્યાં તું પાછળ ને પાછળ જીવનમાં, વધતું ગયું એમાં મંઝિલનું અંતર
પામ્યો ના સુખ, પામ્યો ના શાંતિ, કાપ એનું અંતર રહી ના જાતો પાછળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)