Hymn No. 240 | Date: 19-Oct-1985
|
|
Text Size |
 |
 |
દેવો ઋષિમુનિઓ તારી સ્તુતિ કરતા થાકી જાય એવી મારી `મા', તું તો આવી મારા હૈયામાં સમાય વેદ પુરાણ તારા ગુણલા ગાતાં થાકી જાય એવી મારી `મા', તું તો આવી મારા હૈયામાં સમાય છે જગજનની તું, ઘટ ઘટમાં વાસ તારો તોયે ના દેખાય એવી મારી `મા', તું તો આવી મારા હૈયામાં સમાય લીલા કરતી એવી તું તો, ભલભલાની મતિ થંભી જાય એવી મારી `મા', તું તો આવી મારા હૈયામાં સમાય કરતી કામ તું એવાં, ન દેખાવા છતાં હાજરી સમજાય એવી મારી `મા', તું તો આવી મારા હૈયામાં સમાય માનવીની મતિ મૂંઝાયે, ત્યારે કરતી સદાયે સહાય એવી મારી `મા', તું તો આવી મારા હૈયામાં સમાય શોધવા તને, શોધે ખૂણેખૂણામાં, તોયે દર્શન ન થાય એવી મારી `મા', તું તો આવી મારા હૈયામાં સમાય ગુણલા ગાવા બેસું તારા, ત્યાં વાણી થંભી જાય એવી મારી `મા', તું તો આવી મારા હૈયામાં સમાય પ્રયત્ન કરો ખૂબ, દર્શન પામે તે તો જો કૃપા તારી થાય એવી મારી `મા', તું તો આવી મારા હૈયામાં સમાય વિરમું ક્યાં, સમજણ ના પડે, તારો અંત ના દેખાય એવી મારી `મા', તું તો આવી મારા હૈયામાં સમાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|