આ કરીશ તે કરીશ, આમ કરીશ ને તેમ કરીશ રહ્યો કરતો ને કરતો
કર્યું ના કાંઈ પૂરું, રહ્યો સમય વીતતો, પિંજરામાં પુરાયેલ પંખી ઊડી ગયું
ઊડી ગયું, ઊડી ગયું એ તો ઊડી ગયું, પિંજરામાં પુરાયેલ પંખી તો ઊડી ગયું
હતું કેદ એ એક એક સળિયામાં, હતું પુરાયેલું કેદ એ સમયના પિંજરામાં
ના તોડી શક્યો કેદ એની, ના કાંઈ કર્યું પિંજરામાં પુરાયેલ પંખી ઊડી ગયું
પાંખો ફફડાવી એણે ઊડવા, ના દૂર જઈ શક્યું, ના પિંજરાને તોડી શક્યું
ખુદે રચેલ હતું ખુદનું પિંજરું, એમાં ને એમાં, કેદ બની એ પુરાયેલું હતું
દર્દ ભરી દિલમાં, બન્યું હતું ભારી એમાં, ના એમાં એ તો ઊડી શક્યું
હતી શક્તિ એની સીમિત, અસીમિત બનવાને બનવા મથી એ તો રહ્યું
સમયના સાણસામાંથી ના મુક્ત થયું, પિંજરામાં પુરાયેલ પંખી ઊડી ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)