મચાવી દીધું તોફાન તો હૈયામાં, તમારા વિના શાંત કરશે એને બીજું કોણ
તમારી હાજરી વિના ખાલી છે હૈયું, તમારા વિના એ ખાલીપો પૂરશે બીજું કોણ
ધીરે ધીરે બની ગયા એક જ્યાં જીવનમાં, એકત્વ એવું તો દેશે બીજું કોણ
યાદોમાં આવી સતાવો છો બહુ, તમારા વિના સતાવશે એવું બીજું કોણ
જોતાં રે તમને, છલકાય ઉમંગોથી હૈયું, છલકાવશે હૈયું એવું તો બીજું કોણ
સહી ના શકશું હાજરી તો અન્યની, તમારા વિના રહેશે હાજર એવું બીજું કોણ
દુઃખદર્દમાં તો છો તમે દિલાસા, એવા દિલના દિલાસા બની શકશે બીજું કોણ
દૂર કરી શકો છો હૈયાની ઉદાસી તમે, દૂર કરી શકશે ઉદાસી એવું બીજું કોણ
છો તમે એક અને અનન્ય, તમારા જેવું જીવનમાં બની શકશે બીજું કોણ
છો મારા હરેક શ્વાસ તો પ્રાણ તમે, તમારા જેવા પ્રાણ પૂરી શકશે બીજું કોણ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)