આશા રાખી હતી હૈયામાં મળશે મને એવો કિનારો, હતો શોધતો જેનો સહારો
હશે ત્યાં ઉમંગોનો સાગર ઊછળતો, મળશે ના ત્યાં દુઃખદર્દના અણસારો
હશે ના ત્યાં મીન પ્રેમની પ્યાસી, ખાતા હશે સહુ તો ત્યાં પ્રેમના ઓડકારો
લેતા હશે શ્વાસો તો સહુ મુક્તિના, હશે ના ત્યાં તો કોઈ ચિંતામાં સુકાયેલો
હશે હૈયાં સહુનાં ભક્તિથી છલકાતાં, હશે ના એમાં ઈર્ષ્યા-વેરનો ઉપાડો
હશે એકબીજાના પૂરક તો ત્યાં, હશે ત્યાં તો અતૂટ એવો ભાઈચારો
હશે નિહાળતા એકબીજાને પ્રેમથી, હશે ના ત્યાં કોઈ માટે અણગમો
હશે એકબીજાના અંતરની દુનિયા ખુલ્લી, હશે ના ત્યાં વચ્ચે તો કોઈ પડદો
હશે એકબીજા એકબીજાને તો ઝંખતા, રમતો ના હશે કોઈના દિલમાં દગો
હશે વાતાવરણ ત્યાં ઉલ્લાસભર્યું, શોધી રહ્યો છું એવો તો કિનારો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)