`મા' દે તો એવું દે, ફરી-ફરી તારી પાસે માગવું ન પડે
ભલે હોય જગનો મોટો માનવી, દઈ-દઈને એ કેટલું દે
ભંડાર ભર્યા છે પાસે તારી, આપતા ન ખાલી થાય
આવ્યો છું હું તો તારી પાસે, એવી મારી ઝોળી ભરી દે
લાયકાત જોવા બેસશે મારી, ભૂલો અનેક દેખાશે
ભૂલો બધી છૂટી જાયે મારી, માડી એવું તું કરી દે
હાથ ફેલાવું છું તારી પાસે, માનવ પાસે ફેલાવવો ના પડે
ભરી દેજે હાથ મારા, મારે હાથ ફરી ફેલાવવો ના પડે
ફેલાવું જો હાથ માનવી પાસે, અંતે એ ફેલાવે તારી પાસે
આવું ના કરતાં માડી, તારે જે દેવું હોય તે ભરી દે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)