હાથીને મણ ને કીડીને કણ રહ્યો છે આપતો જે સદાય
એના વિવેકમાં રાખવો તો વિશ્વાસ, વીસરતો ના જરાય
અતળના તળમાં પણ કરે રક્ષા સહુની, આભની ઉપર છે પહોંચ જેની
વણલખાયેલ છે ચોપડો સહુનાં કર્મોનો તો પાસે એની
આપે જે ન્યાય સહુને કર્મોનો, થાતી નથી ભૂલ એમાં જરાય
યાદ કરો ના કરો, વીસરતે નથી જગમાં જે કોઈને જરાય
ગોઠવ્યાં ફળ કર્મોનાં એવાં એણે, સુખદુઃખ મળતાં રહે સદાય
ગોઠવી તનની માંદગી, મનની માંદગી એવી, દીધું ભુલાવી ખુદનું ભાન
દીધું પૂરુષાર્થના પાત્રમાં ભરી બધું, રાખ્યું ના ખાલી પ્રારબ્ધને તો જરાય
ઇચ્છાઓ ને વૃત્તિઓથી દીધાં સર્વે પાત્રો ભરી, નાખતા રહ્યા એ અંતરાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)