તાણી નજર તો જ્યાં પહોંચે નહીં, મારા પ્રભુ તો શું ત્યાં વસે નહીં
લક્ષ્યની બહાર તો જે રહે નહીં, પ્રભુ મારા લક્ષ્યમાં જલદી આવે નહીં
શબ્દની રમત તો જે રમે નહીં, શબ્દોના ભાવ પડયા વિના રહે નહીં
દિલનાં સ્પંદનો દિલ જ્યાં ઝંખે નહીં, એવાં સ્પંદનો એને તો અડકે નહીં
પ્રભુના સ્મરણમાં ભાવ જે ભૂલે નહીં, એવાં સ્મરણો એને પહોંચે નહીં
જગ તો છે કાર્ય પ્રભુનું, જીવનમાં તો જે એને બરાબર સમજે નહીં
પ્રભુ સાથે ને સાથે રહેવા છતાં, જીવનમાં પ્રભુને તો એ પામે નહીં
સીમાની પાર પણ છે સીમા તો એની, કોઈ સીમામાં તો એ બંધાય નહીં
નબળા-પોચાના હાથમાં એ આવે નહીં, પરમ પૂરુષાર્થી પકડયા વિના રહે નહીં
જગસમૃદ્ધિ એને લલચાવે નહીં, દિલની સમૃદ્ધિ બાંધ્યા વિના રહે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)