કૂવાની પાળનો પત્થર, પ્રેમથી દોરનો ઘા સહેતો જાય
હૈયે પડે ઘા ઊંડા, એની યાદ સદા સમાવતો જાય
હૈયે ઝીલ્યા ઘા એવા, કદીયે ભૂંસ્યા ના ભૂંસાય
પવન-પાણી ઝીલી સદા, યાદ એની તાજી વરતાય
દરિયાની રેતી ઘા ઝીલે ઘણા ઊંડા, હૈયે બહુ સચવાય
દરિયાની ભરતી આવતાં, ઘા એના જલદી-જલદી ભરાય
હૈયાના ઘા રુઝાતાં, એનું હૈયુ એવું ને એવું દેખાય
ઘા પડે એમાં ઘણા, ઘા કદી ટકી ન જાય
માનવ હૈયું છે રેતી જેવું, પ્રભુની યાદ આવે ને જાય
મોહની ભરતી ચડે એવી, એની યાદ ભૂંસી જાય
માનવનું હૈયું પત્થરથી પણ ગયું, પત્થર પણ ચડી જાય
પ્રભુના ઘા પડે એમાં ઘણા, તોય મોહ એને તાણી જાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)