આકાશે સરતી નાની વાદળી, સૂર્યને ઢાંકવા જાય
દોડી-દોડી થાકે એ તો, પ્રકાશ એનો ના રોકાય
વાદળી-વાદળી ભેગી મળી સાથે, મોટું વાદળ થાય
સૂર્યનાં કિરણો ઢંકાયાં એથી, અંધકાર એથી છવાય
પાણીનું નાનું ઝરણું, ખેતરને પાણી પાવા જાય
ખેતર તો રહ્યું કોરું, ઝરણાની હસ્તી ના દેખાય
માનવમન પ્રભુને શોધવા નીકળ્યું, વૃત્તિ અહીં-તહીં જાય
વૃત્તિ જ્યારે થાય એકઠી, ત્યારે પ્રભુનો તાંતણો પકડાય
વૃત્તિ એકત્ર થાય ક્યારે, જ્યારે હૈયું નિર્મળ થાય
અહીં-તહીં ખેંચાણ મટી, એ તો પ્રભુ રૂપ થઈ જાય
પ્રભુનો ભાવ ભરી સાચો, વૃત્તિ એમાં જો સમાય
દુઃખ સર્વે ભાગશે દૂર, હૈયે આનંદ-આનંદ થાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)