આજ આંખોમાં તારી, શાની ખુમારીની ચમક તો દેખાય છે
આજ આંખોમાં તારી, હૈયાના કયા આંનંદની છોળ છલકાય છે
લાધી ગઈ તને શું તારા અસ્તિત્વની પહેચાન, ઝલક એની દેખાય છે
મળી ગયો હૈયાને કયા આનંદનો ચરુ, મુખને દર્પણ એને એનું બનાવે છે
રોમેરોમે ઝૂમી ઉઠયું છે આનંદમાં, કયાં દર્શન એનાં એને મળ્યાં છે
એવા કયા ખોવાયેલા સ્વજનની ભાળ આજે અચાનક એને મળી છે
ખોવાઈ ગઈ ક્યાં જીવનની લાચારી, ખુમારીની ઝલક ત્યાં આવી છે
અસંતોષમાં જલતા હૈયામાં તારી, આજે કયા સંતોષની સૂરોઈ ફેલાય છે
દુઃખદર્દનાં દ્વાર બંધ કર્યાં કોણે, સુખની લહેર તો એમાં છવાઈ છે
લોભ-લાલસાનાં મોજાં શમાવ્યાં કોણે, લહેરી આનંદની એમાં ચમકે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)