બિંબ વિના નથી કોઈ પ્રતિબિંબ, વસ્તુ વિના નથી પડછાયો
આધાર વિના નથી કાંઈ બનતું, છે નિયમ આ તો ઉપરવાળાનો
પરમાત્મા વિનાનો નથી કોઈ આત્મા, છે અંશ એ તો પરમાત્માનો
છુપાયેલું છે હરેક વૃક્ષમાં બીજ એનું, છે નિયમ એ તો સૃષ્ટિનો
કારણ વિના કોઈ દુઃખી નથી થાતું, છુપાયેલું છે દુઃખમાં કારણ એનું
મુખ પર પ્રસરે આભા સંતોષની, છે તેજ એ આત્માની પ્રસન્નતાનું
જરીપુરાણા વિચાર જ્યાં બને, જીવનની પ્રગતિ એમાં એ રૂંધવાનું
સમય સાથે જે તાલ મિલાવે, પગથિયું પ્રગતિનું એ ચડવાનું
પ્રેમતણા ખેતરમાં ઊગ્યા જો વેરના કાંટા, કર તપાસ ખાતર કર્યું નખાયું
સુખદુઃખ વિનાનું મળશે ના દિલ, દિલ વિના જીવન નથી ચાલવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)