થઈ ગઈ, થઈ ગઈ, થઈ ગઈ, લો વિચારોની સતામણી શરૂ થઈ ગઈ
બની આરામ લેવા, બેઠા નવરા બની, વિચારોની સતામણી શરૂ થઈ ગઈ
હતી ના દિશા એને એની, ચારે દિશામાં દોડાદોડી એની શરૂ થઈ ગઈ
બન્યા ના સ્થિર જ્યાં વિચાર એમાં, મનને ચકરાવે એમાં એને ચડાવી ગઈ
ગઈ વધતી જ્યાં સતામણી એની, ધક્કા જીવનને એમાં એ દેતી ગઈ
કદી કરેલાં કામોના વિચારોની, જોરદાર સતામણી તો શરૂ થઈ ગઈ
કદી કરવાનાં કામોના વિચારોની, જોરદાર સતામણી તો શરૂ થઈ ગઈ
અટકી ના જ્યાં વિચારોની સતામણી, જીવનને એ તો હચમચાવી ગઈ
ઊતરવા ઊંડા એમાં, એના મૂળની દોરી દેખાણી, હાથમાંથી એ સરકી ગઈ
નાખ્યાં વિચારોનાં બીજ એમાં, એ વિચારોની ધારા તો એમાં અટકી ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)