રડવું નથી મારે તો જગમાં, જીવનમાં મારે મારી ગરીબી ઉપર
આવે છે હૈયામાં તો રડવું, મળી ના જીવનમાં તો ભક્તિ એના ઉપર
આવે છે રડવું ઘણું ઘણું, ના આવી સાચી સમજ, જીવનમાં એના ઉપર
રડવું નથી મળી ના મદદ એના ઉપર, છે રડવું મદદરૂપ ના બન્યો એના ઉપર
રડવું નથી, સુખી નથી ના એના ઉપર, છે રડવું ના સુખી કરી શક્યો એના ઉપર
રડવું નથી, ના સાચું બોલવા ઉપર, છે રડવું સાચા બોલવાની ગુમાવી શક્તિ એના ઉપર
રડવું નથી બાકી રહેલા સમય ઉપર, રડું છું જીવનમાં, વેડફ્યો સમય એના ઉપર
રડવું નથી ના મંઝિલ મળી, ના એની ઉપર રહું છું, ડગી ગયો પૂરુષાર્થમાં એના ઉપર
રડવું નથી મળ્યાં નથી દર્શન, ના એના ઉપર રડું છું, ચૂકી ગયો એ દિશા, એના ઉપર
રડવું નથી ના મળ્યો સંગાથ ના એના ઉપર, રડું છું જીવનમાં મારા ખોટા સ્વભાવ ઉપર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)