તારા કર્મોની સિફારસ વિના બીજી સિફારસ ચાલશે નહીં
તારાં હૈયાના પ્રેમના પાત્ર વિના, બીજું પાત્ર ચાલશે નહીં
તારાં દુઃખોની કહાનીનું લેખન થઈ ગયું છે પહેલાં
કહાની વારંવાર કહી, એ દુઃખને તું હવે દોહરાવીશ નહીં
સહન કર્યું છે જ્યાં તેં આજ સુધી, કહીને એને ભૂંસી નાખીશ નહીં
કસોટી થાય જ્યારે, ત્યારે પાછાં પગલાં હવે માંડીશ નહીં
અણલખી તારા જેવી કંઈક કથાઓ, લખાઈ છે આ જગમાં
એમાં ઉમેરો થાશે એક તારો, આ વાતમાંથી તું હટી જાતો નહીં
કર્તાની રીત છે અનોખી, ક્યારે, કેવી રીતે મળશે એ તને
સમજીને મળશે નહીં તું જો તેને, ત્યાં સુધી એ સમજાશે નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)