કરી તારા ભાવની ઉપેક્ષા, કરી તેં તારા દિલની તો ઉપેક્ષા
કરે છે ફરિયાદ તો શાને, થાય છે જીવનમાં જ્યાં તારી ઉપેક્ષા
કરી અન્યના વિચારોની ઉપેક્ષા, કરી તેં તારા કર્તવ્યની ઉપેક્ષા
થઈ ના પૂરી જીવનમાં તો અપેક્ષા, કરી ત્યારે એની ઉપેક્ષા
લાગી જાય છે દુઃખ શાને હૈયામાં, થાય છે તારી જ્યારે ઉપેક્ષા
સાચા કે ખોટા ભાવો, જાગે હૈયામાં સહુના થાય છે એની ઉપેક્ષા
કરે છે સહુ યત્નો સુખી થાવા, કરતા નથી કોઈ સુખની ઉપેક્ષા
સત્ય જીવનનું જ્યાં પુકારી ઊઠે, થઈ ના શકે ત્યાં એની ઉપેક્ષા
જાગે હૈયામાં જ્યાં ઈર્ષ્યા, થઈ જાય ત્યારે એમાં તો ઉપેક્ષા
થાવું હશે જીવનમાં જો સુખી, પડશે કરવી દુઃખની તો ઉપેક્ષા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)