મનમંદિરનો કચરો કાઢી, સદા ચોખ્ખું એને રાખજે
આવી વસશે એમાં માતા, ક્યારે એ નહીં સમજાશે
શબરીના જેવી તૈયારી, હૈયે તું કરી રાખજે
એક દિન આવી માતા વિરાજશે, સફળ જીવન થઈ જાશે
ચોખ્ખું આંગણું જોઈને તારું, ખુશ-ખુશ થઈ જાશે
આસન પર બેસી એ તો, નિત્ય વાસ ત્યાં રાખશે
એના આવતાં, તારાં કાર્યો સર્વે પૂરાં થઈ જાશે
ભંડારોના ભંડાર ભર્યા છે એની પાસે, કમી ના વરતાશે
દેવા બેસશે જ્યારે એ તો, માગવું તું ભૂલી જાશે
દેવું હોય તે દેવા દેજે એને, એ તો સર્વ કંઈ દઈ જાશે
લીલા છે એની એવી વિચિત્ર, માગશે ત્યારે નહીં આપે
જ્યારે ઇચ્છા છોડીશ એની, દેવા એ તો દોડી આવશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)