એ શિખરો તો મારે ચડવા નથી, એ રાહ મારે પકડવી નથી
જે રાહ કે શિખર, આપી ના શકે જીવનમાં, મને જીવનની શાંતિ
ચડવા નથી વાસનાનાં શિખરો, પતન વિના બીજું કાંઈ દેતા નથી
અહંનાં શિખરો લાગે રળિયામણાં, મને મારામાં મને રહેવા દેતા નથી
લોભનાં શિખરો ચડી શું કરવું, હૈયામાં આગ લગાડયા વિના રહેતાં નથી
લાલચના શિખરે ચડી શું કરવું, મને ક્યાંયનો એ રહેવા દેતા નથી
ભ્રમણાઓના શિખરે ચડી શું કરવું, સાચું જીવનમાં એ જોવા દેતી નથી
ચિંતાઓનાં શિખરો ચડી શું કરવું, શક્તિ હણ્યા વિના એ રહેતાં નથી
દુઃખદર્દનાં શિખરો મારે ચડવાં નથી, જીવનને જીવન જેવું રહેવા દેતાં નથી
કુસંપનાં શિખરો ચડવાં નથી જીવનમાં, શાંતિ જીવનની હર્યા વિના રહેતાં નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)