જાવું નથી જગમાંથી તોય જગમાંથી તો જાવું પડશે
થયા નથી કામો જગમાં પૂરાં, અધૂરાં મૂકી એને જાવું પડશે
મળ્યા પીવા પ્રેમના પ્યાલા થોડા, અધૂરા મૂકી એ જાવું પડશે
આવી સમજણ જ્યાં થોડી, વાપરીએ સમજણ, એ પહેલાં જાવું પડશે
જગાવી કે જાગી ઇચ્છાઓ જીવનમાં, રાખી અધૂરી એને જાવું પડશે
આવ્યા જગમાં ભલે કર્મોથી, લઈ કર્મો જગમાંથી તો જાવું પડશે
કર્મો નથી જ્યાં કાબૂમાં, નાચી કર્મોના ઇશારે જગમાંથી જાવું પડશે
કાળ સામે ઝઝૂમી કે શિર ઝુકાવી, જગમાંથી તો જાવું પડશે
પાપી ગયા, પુણ્યશાળી ગયા, એક દિવસ તારે પણ જાવું પડશે
તારું કર્યું પડશે તારે ભોગવવું, ભોગવી જગમાંથી જાવું પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)