વિશાળતાને બાંધવા સંકુચિતતાના તાંતણા કામ નહીં લાગે
સત્યને સમજવા જીવનમાં, અસત્યની દૃષ્ટિ તો નહીં ચાલે
પ્રેમને વ્યાપક બનાવવા, દીપક દિલમાં વેરનો જલાવી નહીં ચાલે
અવગુણોમાં રહીને ડૂબી, સદ્ગુણોની રાહે ચાલવું નહીં ફાવે
નિઃસ્વાર્થના પ્રાંગણમાં પાડવા પગલાં, સ્વાર્થનાં પગલાં નહીં ચાલે
માનવ મટી બનશો દાનવ, માનવતા હૈયામાં ક્યાંથી પહોંચશે
હર હાલમાં ખુશ રહેવું છે જેણે, યાદ કર્યાં કરવું દુઃખને નહીં ચાલે
પ્રગટયા વિનાનો દીપક જીવનમાં, અંધકાર એ તો નહીં હટાવે
નિરાશાઓના ઊંડા તળિયે જે બેઠા, સફળતાનો સ્વાદ ક્યાંથી ચાલે
દૂર ને દૂર લાગે છે પ્રભુ જેને, પ્રભુ નજદીક એની ક્યાંથી આવે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)