તારી રહમ વિના ના જીવી શકીએ અમે, ઓ રહમના રે દાતાર
સદા રહમ વરસાવજે અમારા ઉપર, ઓ રહમ વરસાવનાર
અબુધ અજ્ઞાની અમે, ચાહીએ રહમ તારી, ઓ રહમના રે દાતાર
જીવનની પળેપળ છે સોનાની, છો તમે અમૂલ્ય પળોના રે દાતાર
તમસમ દાતાર નથી કોઈ, છો તમે, દાતારના રે દાતાર
અમારાં કર્મો તો બન્યાં છે, અમારા દુઃખના રે દાતાર
સંબંધે સંબંધે ઋણો વધ્યા ને ઘટયાં, ઓ કર્મોના રે દાતાર
પ્રેમ પ્યાસા હૈયાની અમારી, પ્યાસ બુઝાવવા બનો પ્રેમના રે દાતાર
બંધને બંધને છીએ અમે બંધનોમાં બંધાયેલા, બનો મુક્તિના રે દાતાર
સમજણો પાર કરી શકીએ સંસારની, બનજો પરમ બુદ્ધિના દાતાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)