કદર કોઈએ કરી નહીં, કદર જીવનમાં તેં શાને ચાહી
હતો ના કર્તવ્યનો સંતોષ હૈયે, કદર એમાં તો તેં ચાહી
પ્રેમ કરવા નીકળ્યો પ્રભુને, પ્રભુ પાસે પ્રેમની કદર ચાહી
કદરહીન નથી કાંઈ પ્રભુ, સમય પર કરી સદા કદર તારી
કરવા નીકળ્યો પ્રભુ સાથે પ્રેમના સોદા, કસોટીની તૈયારી
તૈયારી નથી જ્યાં કસોટીની, હૈયે આશા આવી શાને બાંધી
આશા વિના કરશે કાર્યો જીવનમાં, કદર એ કાર્યની તો થવાની
ચાહી નથી કદર કદી પ્રભુએ, થાશે પૂજા એની થાતી રહેવાની
મૂકીશ આ સમજને આચરણમાં, કદર દ્વાર તારાં એ ખોલવાની
કરીશ જેવા ભાવથી જેવાં કાર્યો, પ્રશંસાનાં ફૂલથી કદર થવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)