છે તું કેદી છે તું કેદી, જગમાં છે કંઈક ચીજોનો તું કેદી
જનમોજનમથી લેતો રહ્યો જનમ, છે તું જનમોનો તો કેદી
આવ્યો તું જગમાં કર્મોથી, રહ્યો અને બન્યો તું કર્મોનો કેદી
રહી રહી કેદી રાખી આશા મુક્તિની તોડી ના કર્મોની બેડી
વાતે વાતે રહ્યો અભિમાનમાં, રહ્યો જનમભર અભિમાનનો કેદી
પળે પળે જગાવી ઇચ્છા મનમાં, રહ્યો સદા ઇચ્છાઓનો કેદી
ઊંડે ઊંડે ચાહતો રહ્યો પ્રશંસા, રહ્યો સદા પ્રશંસાનો કેદી
જગમાં સમયથી બંધાયો, રહ્યો સદા સમયનો તું કેદી
છોડી ના આશક્તિ કોઈ હૈયેથી, રહ્યો આસક્તિનો સદા કેદી
સમજીને ના તોડી શક્યો બંધનોને, બન્યો અનેક બંધનોનો કેદી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)