જાણીતાથી જાણીતા કેમ ના થયા, જાણીતાથી અજાણ્યા કેમ રહ્યા
જનમોથી હતા જે પાસે ને સાથે, જાણીતા એનાથી કેમ ના બન્યા
એ ઉપકારી ઉપકાર કરતા રહ્યા, ઉપકારમાં નયનો ભીનાં કેમ ના થયાં
ઉપર અંબર ને નીચે ધરતી, આંટા વચ્ચે કેમ મારતા ને મારતા રહ્યા
આવી જગમાં જાણ્યું ઘણું, જાણીતાને જાણવું કેમ તો ભૂલી ગયા
ઇચ્છાઓએ નાચ નચાવ્યા, નાચમાં જાણીતાને જાણવું તો ભૂલી ગયા
અહંમાં ને અહંમાં જીવનમાં ડૂબ્યા, જાણવામાં વચ્ચે અહંને શાને લાવ્યા
દુઃખદર્દમાં એવા કેવા ડૂબ્યા, જાણીતાને એમાં જાણી તો ના શક્યા
આસક્તિમાં લપટાયા એવા કેવા, એની સાથે આસક્તિ બાંધી ના શક્યા
ભાવોના ખૂબ ખેલ ખેલ્યા, જાણીતા સાથે ભાવથી કેમ ના બંધાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)