ચમકે છે ચમકે છે, આ જગના ખૂણે ખૂણામાં તેજ તારું ચમકે છે
જગમાં સહુના હૈયે, તારા શક્તિના ધબકારાથી એ તો ધબકે છે
જગના હરેક મુખમાંથી રે માડી, તારી શક્તિથી વાણી રણકે છે
જગના સર્વે વિચારોમાં, તારી શક્તિનાં તેજ એમાં પ્રગટે છે
જગના સર્વે ભાવોમાં તેજ પાથરી, જગને એમાં તો તું રમાડે છે
આનંદથી ખેલતા જોઈને બાળને તારા, મુખ તારું એમાં મલકે છે
ભાવના તેજે ચમકાવે સહુને, કદીક એ તેજ સહુને દઝાડે છે
સુખદુઃખના તાપ જગમાં તો સહુને, જગમાં સહુને એ તપાવે છે
બુદ્ધિના તેજ તારાં પામે જે, બુદ્ધિ એની તો તું ચમકાવે છે
પ્રકટયા જેના દિલમાં ભક્તિનાં તેજ, જીવન એનું તું સુધારે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)