કહેનારા કહી શકતા નથી ક્યાંથી આવ્યા, જનારા કહેવાના નથી ક્યાં જવાના
શ્વાસેશ્વાસ ઋણાનુબંધના શ્વાસ લેવાયા, થાતા પૂરા જગ છોડી એ ચાલ્યા
મેળવી ના શક્યા કાબૂ કર્મો પર જગમાં, રહ્યા જગમાં એનાં કર્મો તો કરનારા
હસતા ખેલતા રહેવું છે સહુએ જગમાં, જીવન જીવ્યા એવું ઉપાધિમાં ડૂબનારા
ડગલે પગલે વાગે બંસરી કર્મની, કર્મોના નામે તો કાળાં કૃત્યો કરનારા
જોયું ના પાછું વાળીને જીવનમાં, રહ્યા ઇચ્છાઓનાં બંધનોમાં તો બંધનારા
જીવનભર રહી તો જીવનલીલા, બન્યા ના તોય એને તો જાણનારા
વૃત્તિઓએ ને સ્વભાવે કર્યાં ધમપછાડા, બન્યા ના એમાં સાચું સમજનારા
દર્દે દર્દે દીવાના બની ફર્યા, મળ્યા ના જીવનમાં તોય દર્દથી છુટકારા
ધર્મની કરી જીવનમાં વાતો તો મોટી, વર્તનમાં તો મોટું મીંડું મૂકનારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)