હજારો શત્રુઓ હોય તારા, રાખજે ના દુશ્મનાવટ તો તું કોઈથી
છે એક જ દિલ પાસે તો તારી, ધરી દેજે પ્રભુચરણે એને પ્રેમથી
દૃશ્ય-અદૃશ્યથી તો છે જગ ભરેલું, સમજજે ભેદ તું સમજદારીથી
હર આંગણમાં સુગંધી પુષ્પો નથી ખીલતાં, ખીલવજે એને ખંતથી
વેર ને વેરની ધૂનમાં જીવનમાં, બની ના જાજે વેરી તો તું તુજથી
રાખ્યો નથી વંચિત પ્રભુએ જગમાં, કોઈને તો એના પરમ પ્રકાશથી
હરેકમાં વસ્યા છે જ્યાં તો પ્રભુ, રાખજે ના વેર જગમાં કોઈથી
કરે છે કાર્યો જગમાં તો પ્રભુ, કરાવે છે એ કોઈ ને કોઈ વ્યક્તિથી
ગૂંગળાવી નાખતો ના પ્રભુને તો હૈયામાં, વેર ને વેરના અગ્નિમાં
સૂઝશે ના દિશા સાચી તો જીવનમાં, વેર ને વેરના અગ્નિમાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)