કોણ સાંભળશે કોને જીવનમાં, સહુ પોતે પોતાની મસ્તીમાં તો મસ્ત છે
અદ્ભુત છે આ રચના સંસારની, છોડી, તોડી બંધન નવાં બંધનોમાં બંધાતા જાય છે
હતા અજાણ્યા જીવનમાં જે, એ બંધનમાં ને બંધનમાં બાંધતા જાય છે
જાણવા ને જાણવામાં, આવ્યા ક્યાંથી, જશું ક્યાં, કેમ જીવન જીવવું, એ ભૂલી જાય છે
ચાલ્યાં બે ડગલાં જીવનમાં સાથે, ઘવાતા અહં, દુશ્મન તો એ બની જાય છે
ફુરસદ કાઢશે જીવનમાં ક્યાંથી, નવાં નવાં બંધનોમાં જ્યાં ગૂંચવાતા જાય છે
મુક્તિની વાતો કરે મોટી મોટી, બંધનો તોય મીઠાં ને મીઠાં લાગતાં જાય છે
નાશ કરતો રહ્યો છે સમય જીવનમાં, અહંના નાશનો ના ઉપાય કરાય છે
ડગલાં ને ડગલાં ભરે છે અહંની સાથમાં, મજા જીવનની એમાં મરતી જાય છે
છે જીવનમાં આ વાત હરેકની, કોઈ કોઈને સાંભળવા તૈયાર ના થાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)