જેને જોયા નથી, છે સ્થાન ક્યાં ખબર નથી, પોકારશો એને કેવી રીતે
પડશે દેવું નામ એને, પડશે દેવું સ્થાન એને, પડશે પોકારવા એવી રીતે
તાંતણા પ્રીતના પડશે બાંધવા, વળ એને દેવા, પડશે બાંધવા એવી રીતે
કરો જે જે, જાવો જ્યાં જ્યાં, પડશે રાખવા સાથે ને સાથે એવી રીતે
એ અદૃશ્યને મનગમતું રૂપ આપી, બાંધી રેખા, દેવું આમંત્રણ એમાં એવી રીતે
અલગતા હૈયેથી દેજો વિસારી, ધરી એની ઇચ્છા બીજી દેજો સમાવી એવી રીતે
એના ભાવમાં હૈયાને રંગી, પડશે જીવનને તો એમાં રંગવું એને એવી રીતે
આશા છૂટે, રાખજે આશા એની જે ના તૂટે, પડશે રાખવું હૈયું એવી રીતે
મળશે ના ફુરસદ જીવનમાં જ્યાં, શ્વાસે શ્વાસે વસાવવા પડશે એવી રીતે
થાવું છે એક જ્યારે એના, પડશે બનવું એના, કરજે તૈયારી દિલની એવી રીતે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)