એક પછી એક દુર્ગુણો આવશે, માનવી મફતનો એમાં કુટાશે
એકને વસવા દીધો જ્યાં હૈયે, કબજો એમાં એનો એ તો જમાવશે
લાવશે મહેમાનોનો રાફડો, માનવી મફતનો એમાં તો કુટાશે
દુઃખદર્દમાં જીવનમાં ડૂબ્યા રહેશો, શક્તિ જીવનમાં હણાતી જાશે
ઇચ્છાઓનાં ધાડાં પડશે દિલ પર તૂટી, માનવી મફતનો એમાં કુટાશે
શાંત સ્થિર રહેશે જીવન જ્યાં, બંસરી મીઠી પ્રભુની સંભળાશે
માયા અડપલાં કરશે તો જરૂર, માનવી મફતનો એમાં કુટાશે
તકલીફો જીવનમાં નાકે દમ લાવશે, નીંદ જીવનની હરામ કરશે
જીવનનાં સ્વપ્નાં આંખ સામે રોળાશે, માનવી મફતનો એમાં કુટાશે
ધર્મ-અધર્મના ભેદ વીસરાશે, જીવન પડતીના પંથે ત્યાં ખેંચાશે
હરિનો આશરો એમાં જો ના લેવાશે, માનવી મફતનો એમાં કુટાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)