જીવનમાં જેના કોઈ જોમ નથી, આધાર વિના ઊભો એ રહી
પડશે ગોતવા આધાર એણે ટકવાના, એના વિના ઇલાજ બીજો નથી
બન્યા પ્રેમના વેરી જે જીવનમાં, હૂંફ પ્રેમની એ મેળવી શકવાના નથી
પામવા છતાં રહ્યા જીવનમાં અસંતોષી, સંતોષ એને આવી શકવાનો નથી
ધ્રુસકાં ભરે જીવનમાં જે દુઃખનાં, દુઃખ દૂર તો એ કરી શકવાના નથી
હળીમળી શક્યા નથી જીવનમાં સહુ સાથે, એકલા પડયા વિના રહેવાના નથી
ડૂબી અહંમાં કર્યાં બંધ રસ્તા પોતાના, રસ્તા જલદી એના ખૂલવાના નથી
સાચું ખોટું સમજવું નથી જેણે જીવનમાં, દ્વાર તકલીફોનાં ખોલ્યા વિના રહેવાના નથી
રહ્યા ગ્રહોની જેમ નડતા સહુને જીવનમાં, ભલું કદી એનું તો થવાનું નથી
શોધવા નીકળ્યા સુખના કિનારા, પ્હોંચ્યા દુઃખના કિનારે, એનું કાંઈ વળવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)