ગામગપાટામાં સમય વીતતો જાય, અધૂરાં કામ એમાં અધૂરાં રહી જાય
સમજણમાં લે જે ઢોંગનો આશરો, સમજણના નામે એમાં મીંડું મુકાય
દુરાચારમાં ને દુરાચારમાં ડૂબતો જાય, ધર્મના નામે એમાં મીંડું મુકાય
પળે પળે જેના શબ્દો બદલાય, ભરોસાના નામે એમાં મીંડું મુકાય
પ્રેમમાં જીવનમાં છોડવાની તૈયારી નથી, પ્રેમના નામે એમાં મીંડું મુકાય
વાતોમાં બેધ્યાન જે રહેતા જાય, દાદના નામે એમાં મીંડું મુકાય
હસતાં ને ખેલતાં જેનું આયખું જાય, દુઃખના નામે એમાં મીંડું મુકાય
અભિમાનમાં ને અભિમાનમાં ડૂબતા જાય, વર્તનના નામે એમાં મીંડું મુકાય
દેખાવ ને દેખાવમાં જે ડૂબતા જાય, ભક્તિના નામે એમાં મીંડું મુકાય
છીછરાં છે હૈયાં ને છે છીછરાં જેનાં પેટ, છૂપું રાખવાના નામે મીંડું મુકાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)