આવે આફતો જીવનમાં, જોજે ભક્તિની સરવાણી ના એમાં સુકાઈ જાય
નજર નજર ફરતી રહે તો સદાય, જોજે નજર એમાં ના બદલાઈ જાય
આવશે ને જાગશે વિચારો મનમાં, જોજે ખોટા પાટે ના એ ચડી જાય
ભાવો ને ભાવો જાગશે હૈયામાં સદાય, જોજે કુભાવો ના એ બની જાય
પડશે જરૂર કામ કરવામાં શક્તિની, જોજે કરવામાં ભેગું, કામ ના ભુલી જવાય
તકલીફો તો આવશે જીવનમાં, જોજે જીવનમાં ઘર એને ના કરવા દેવાય
માહિતી પડશે કરવી ભેગી, અજાણી મુસાફરી જીવનમાં જ્યાં શરૂ થાય
રહેશે ના દિલ તો દિલથી અજાણ્યું, જ્યાં દિલના તાંતણા દિલથી મળી જાય
હરેક ચીજ મેળવવા પડશે કરવો પૂરુષાર્થ, મહેનત વિના ના કાંઈ મળી જાય
ધરમની ધજા રાખવી હશે જો ફરકતી, જીવનમાં નીતિને ના વીસરાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)