મળ્યા છીએ જીવનમાં જ્યાં એકવાર, ફરી ફરી ક્યારેક જરૂર મળવાના
વધ્યા એમાં તો જ્યાં ખેંચાણ, અવારનવાર એમાં તો મળવાના
શું વીતશે એમાં કે વીતશે ભવો, બધું એમાં અમે તો ભૂલવાના
હશે ભલે એમાં પ્રેમભર્યા આવકાર કે ભર્યા હશે ભારોભાર તિરસ્કાર
જીવનમાં અમે ફરી ફરી મળવાના, જીવનમાં અમે તો મળવાના ને મળવાના
કદી નયનો દ્વારા એકરાર એવા થવાના, કદી શબ્દો એવા તો ખરવાના
કદી નયનોથી નયનો કતરાવાના, કદી નયનો સંમતિ એમાં તો દેવાના
હશે હૈયાંમાં તો ઉદ્વેગ ભર્યા, હશે હૈયાં ઉમંગથી ભર્યા અમે મળવાના
રહ્યાં હશે દૂર કે હશે હૈયાં પાસે, દિલથી દિલના સંકેત તો ઝીલવાના
મળ્યા અમે એકવાર કે અનેકવાર, હિસાબ એના બધા અમે ભૂલવના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)