અજવાળા અજવાળા ભરી ભરી આવજો માડી તમે મારા જીવનમાં
ભટકવું શાને પડે, માડી મારી, મારે તો અંધારામાં
પળ પળના ચમકારા ને પળપળના અજવાળા દીધાં તો જીવનમાં
આવશે તો માડી બની તેજભર્યો દીવડો, કરવા દૂર અંધારા
સુખચેન વિનાનું હૈયું મારું, ચાહે તો સુખચેનના દીવડા
તારા પગલે પગલે તો માડી મળે જીવનમાં તો અજવાળાં
અજવાળાં ને અંધારા રચ્યા તો તેં જગમાં, રહેતી નથી તું અંધારામાં
દેખાય જીવન જ્યાં સાચું એ અજવાળું, સમજાય ખોટું તો અંધારામાં
જીવનને તારે એ તો અજવાળું, જીવનને ડુબાડી રાખે તો અંધારામાં
અંધારામાં સુઝે ના કાંઇ, ના સૂઝે મૂંઝારામાં, છે એ તો અંધારા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)